06 December, 2020 06:25 PM IST | Mumbai | Agencies
ખેડૂતોને સાથ આપવા રસ્તા પર ઊતર્યો દિલજિત દોસાંજ
દિલજિત દોસાંજ એનસીઆરમાં આવેલી સિંધુ બૉર્ડર પર કિસાન આંદોલનને સમર્થન આપવા પહોંચી ગયો છે. હાલમાં જ તે કંગના રનોટ સાથે આ વિવાદને લઈને ટ્વિટર પર ગુસ્સે ભરાયો હતો. તે હવે પોતાનું સમર્થન આપવા માટે રોડ પર પણ ઊતરી ગયો છે. કેન્દ્ર સરકારે લાવેલા કિસાન કાયદાનો છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માગણી સ્વીકારવામાં આવે એવી વાત કહેતાં દિલજિતે કહ્યું હતું કે ‘હું સરકારને વિનંતી કરું છું કે તેઓ ખેડૂતોની માગણીને સ્વીકારી લે. સાથે જ હું મીડિયાને પણ આ દિશામાં ટેકો આપવાની વિનંતી કરું છું. આ ખેડૂતો શાંતિથી પોતાની માગણીને લઈને ધરણાં પર બેઠાં છે. એથી મહેરબાની કરીને તેમને સપોર્ટ કરો. વાતને મુદ્દા પરથી ભટકાવવામાં ના આવે. કોઈ ખૂન-ખરાબાની વાત નથી થઈ રહી. ટ્વિટર પર એવી ઘણી બધી વાતો થતી રહે છે. અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે દેખાડવામાં આવે કે અમે શાંતિપૂર્વક બેઠા છીએ.’