13 December, 2020 09:07 PM IST | Mumbai | Mumbai correspondent
બચ્ચન પાન્ડે માટે અઢી કરોડ ચાર્જ કર્યા અર્શદ વારસીએ?
અર્શદ વારસીએ ‘બચ્ચન પાન્ડે’ માટે ચાર કરોડને બદલે અઢી કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર, ક્રિતી સૅનન અને જૅકલિન ફર્નાન્ડિસ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ અને ફરહાદ સામજી ડિરેક્ટ કરશે. સાજિદ અને ફરહાદ આ ફિલ્મમાં જાણીતા કલાકારને લેવા માગતા હતા. અનેક નામો પર ચર્ચા કર્યા બાદ આખરે તેમણે અર્શદ વારસી પર પસંદગી ઉતારી. કોરોના કાળ પહેલાં જ અર્શદ સાથે થયેલી ચર્ચામાં તેણે ચાર કરોડની ડિમાન્ડ કરી હતી. જોકે છેલ્લા થોડા મહિનાઓ દરમ્યાન તેમની વચ્ચે ફીને લઈને ખાસ્સી એવી ચર્ચા કરવામાં આવી હતી. છેવટે તેમણે અર્શદ સાથે અઢી કરોડ રૂપિયામાં ડીલ ફાઇનલ કરી હોવાની જાણ થઈ છે.