ભૂલથી લીક થઈ ગયો દીપિકા પાદુકોણની નવી ફિલ્મનો લુક?

06 January, 2026 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિરેક્ટર ઍટલીની અલ્લુ અર્જુન સાથેની આગામી ફિલ્મનો લુક થયો હતો વાયરલ

સોશ્યલ મીડિયા પર લીક થયેલ ફિલ્મનો લુક

ગઈ કાલે દીપિકા પાદુકોણની ચાલીસમી વર્ષગાંઠ હતી. આ દિવસે તેના ફૅન્સથી લઈને નજીકના લોકોએ તેને શુભેચ્છા પાઠવી હતી. આ દિવસે તેની ડિરેક્ટર ઍટલીની અલ્લુ અર્જુન સાથેની આગામી ફિલ્મની પ્રોડક્શન ટીમ તરફથી પણ સોશ્યલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી છે. આ પોસ્ટ સાથે-સાથે ટીમે દીપિકાનો એક નવો લુક પણ શૅર કર્યો હતો જે ફિલ્મમાંથી હોવાનું ફૅન્સને લાગ્યું હતું. આ કન્ફ્યુઝનને લીધે થોડા સમય બાદ આ પોસ્ટ ડિલીટ પણ કરી દેવામાં આવી હતી.

deepika padukone upcoming movie social media atlee kumar allu arjun entertainment news bollywood bollywood news