શુક્રવારે OTT પર આવી રહી છે છોરી 2, છાવા અને ધ લેજન્ડ ઑફ હનુમાન-સીઝન 6

11 April, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારે OTT પર આવી રહી છે છોરી 2, છાવા અને ધ લેજન્ડ ઑફ હનુમાન-સીઝન 6

છોરી 2, છાવા અને ધ લેજન્ડ ઑફ હનુમાન-સીઝન 6 ફિલ્મ પોસ્ટર્સ

છોરી 2


૨૦૨૧માં રિલીઝ થયેલી ‘છોરી’ની સિક્વલ છે ‘છોરી 2’. આ હૉરર મૂવીમાં નુશરત ભરૂચા અને સોહા અલી ખાન જોવા મળશે. વિશાલ ફુરિયાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર જોવા મળશે.

છાવા

૧૪ ફેબ્રુઆરીએ થિયેટરમાં રિલીઝ થયેલી ‘છાવા’ હવે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૫૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે બિઝનેસ કર્યો છે.

ધ લેજન્ડ ઑફ હનુમાન-સીઝન 6

‘ધ લેજન્ડ ઑફ હનુમાન’ એક ઍનિમેટેડ સિરીઝ છે. એની અત્યાર સુધી પાંચ સીઝન આવી ચૂકી છે અને હવે છઠ્ઠી સીઝન રિલીઝ થવાની છે. હનુમાનજીની વાર્તાઓ પસંદ કરનારા દર્શકો માટે આ એક સારો વિકલ્પ છે. આ સિરીઝ જિયો હૉટસ્ટાર પર જોઈ શકાશે.

vicky kaushal soha ali khan rashmika mandanna upcoming movie netflix prime video hotstar bollywood buzz bollywood news bollywood entertainment news