21 November, 2023 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નુસરત ભરૂચા
ગોવામાં આયોજિત ૫૪મા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં સેલિબ્રિટીઝનો જમાવડો જોવા મળ્યો હતો. શાનદાર પર્ફોર્મન્સિસે ઇવેન્ટની શોભા વધારી હતી. આ ઇવેન્ટમાં સની દેઓલ, કરણ જોહર, શાહિદ કપૂર, સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી, શ્રેયા ઘોષાલ, અપારશક્તિ ખુરાના, કરિશ્મા તન્ના, નુસરત ભરૂચા, શ્રિયા સરણ, દિવ્યા દત્તા, વિજય સેતુપતિ અને મનોજ જોષી પણ હાજર રહ્યાં હતાં. આ ફેસ્ટિવલ લોકોને વર્ષોથી આકર્ષિત કરતો આવ્યો છે.