ટોટલ ટાઇમપાસ : લંડનમાં DDLJનાં શાહરુખ-કાજોલની કાંસ્ય પ્રતિમાઓ

05 December, 2025 10:38 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાન અને કાજોલે લંડનના લેસ્ટર સ્ક્વેર પર વરસતા વરસાદમાં તેમનાં ફિલ્મી પાત્રોની કાંસ્ય પ્રતિમાઓનું અનાવરણ કર્યું હતું. 

શાહરુખ ખાન અને કાજોલ

‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ને ૩૦ વર્ષ થયાં એ નિમિત્તે શાહરુખ ખાન અને કાજોલે લંડનના લેસ્ટર સ્ક્વેર પર વરસતા વરસાદમાં તેમનાં ફિલ્મી પાત્રોની કાંસ્ય પ્રતિમાઓનું અનાવરણ કર્યું હતું. 

હૃતિક રોશન ઇક્કીસ જોવા માટે તલપાપડ

હૃતિક રોશન તાજેતરમાં રિલીઝ થયેલા ‘ઇક્કીસ’ના ટ્રેલરથી ખૂબ પ્રભાવિત થયો છે અને તેણે સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનાં લીડ ઍક્ટર્સ અગસ્ત્ય નંદા અને સિમર ભાટિયાની પ્રશંસા કરી છે. હૃતિકે પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરીમાં લખ્યું છે, ‘મને ‘ઇક્કીસ’નું ટ્રેલર ખૂબ જ ગમ્યું. અગસ્ત્ય, મૅન... તેં તો મને ચિયર કરવા મજબૂર કરી દીધો. તારી ઇન્ટે​ન્સિટી અને સૉફ્ટનેસ બન્ને ગમી. યુ હૅવ ઇટ. શ્રીરામ રાઘવન તો કમાલ કરી રહ્યા છે. સિમર અને બીજા તમામ કલાકારોને શુભેચ્છાઓ. હું ફિલ્મ જોવા માટે ઉત્સુક છું. મૅડૉક ફિલ્મ્સ, કીપ ગોઇન્ગ.’

શાબાશ રવીના ટંડન- ઍરપોર્ટ પર પ્લાસ્ટિક-બૅગનો કચરો જોયો તો તરત ઉપાડીને કચરાપેટીમાં નાખી દીધો

રવીના ટંડનનો એક ખાસ વિડિયો ચર્ચામાં છે. હાલમાં રવીના મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી. અહીં તેની નજર જમીન પર પડેલા એક પ્લાસ્ટિ-બૅગના કચરા પર પડી ત્યારે તેણે તરત જ આ બૅગ ઊંચકીને કચરાપેટીમાં નાખી દીધી. આ સમયે તેને તેની અસિસ્ટન્ટે પણ મદદ કરી. રવીનાનો આ વિડિયો વાઇરલ થયો છે અને લોકો તેના વર્તન તેમ જ અભિગમનાં વખાણ કરીને એેને પ્રેરણાદાયી ગણાવી રહ્યા છે.

બહેનના હલ્દી ફંક્શનમાં કાર્તિક આર્યનની ભરપૂર ધમાલ

હાલમાં કાર્તિક આર્યનના ઘરે તેની નાની બહેન કૃતિકા તિવારીનાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કાર્તિકે પોતાની બહેનના હલ્દી ફંક્શનની કેટલીક તસવીરો અને વિડિયો શૅર કર્યાં છે જેમાં સમગ્ર પરિવાર પીળાં વસ્ત્રોમાં નાચતો-ગાતો અને ધમાલમસ્તીમાં ડૂબેલો દેખાઈ રહ્યો છે. કાર્તિકે આ ફંક્શનની જે તસવીરો પોસ્ટ કરી છે એ જોઈને લાગે છે કે કાર્તિક લગ્નની ભરપૂર મજા માણી રહ્યો છે. એક તસવીરમાં તો તેણે પોતાના હાથમાં બહેનનું લાડકું નામ ‘ટિક્કી’ પણ લખ્યું છે.

Shah Rukh Khan kajol london bollywood buzz bollywood news bollywood entertainment news hrithik roshan raveena tandon kartik aaryan