પશ્ચિમ બંગાળમાં BJP સત્તામાં આવતાં લોકોનું જીવનધોરણ બદલાશે:હેમા માલિની

29 January, 2021 03:17 PM IST  |  Mumbai | Agencies

પશ્ચિમ બંગાળમાં BJP સત્તામાં આવતાં લોકોનું જીવનધોરણ બદલાશે:હેમા માલિની

પશ્ચિમ બંગાળમાં BJP સત્તામાં આવતાં લોકોનું જીવનધોરણ બદલાશે:હેમા માલિની

ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય હેમા માલિનીનું કહેવું છે કે વેસ્ટ બંગાળમાં બીજેપી સત્તામાં આવશે તો લોકોની જીવનશૈલી સારી થશે. રાજ્યમાં લેજિસ્લેટિવ ઇલેક્શન મેમાં થવાનું છે. બીજેપીના સ્ટેટ કૅમ્પેન માટે એક ઍન્થમ લૉન્ચ કરવામાં આવ્યું છે. એમાં ચાર ગીતો બંગાળી અને હિન્દીમાં છે. એના માટે ઇન્ડો ઑક્સિડેન્ટલ સિમ્બાયોસિસના ફાઉન્ડર શોવિક દાસગુપ્તાએ ઇવેન્ટ આયોજિત કરી હતી. એ દરમ્યાન બીજેપી સત્તામાં આવે એ વિશે હેમા માલિનીએ કહ્યું હતું કે ‘હું શોવિક દાસગુપ્તાનો આભાર માનું છું કે તેમણે આવનારા ઇલેક્શન માટે ખૂબ જ જોશસભર અને સુંદર ગીતો બનાવ્યાં છે. મારું એવું માનવું છે કે જો બંગાળમાં બીજેપી સત્તાસ્થાને આવશે તો લોકોનું જીવન સકારાત્મક રીતે બદલાઈ જશે.’

bharatiya janata party bollywood west bengal hema malini bollywood news bollywood gossips