ભૂમિ પેડણેકરની ફિલ્મ ‘દુર્ગામતી: ધ મિથ’નું ટ્રેલર લાગે છે થ્રિલિંગ

25 November, 2020 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભૂમિ પેડણેકરની ફિલ્મ ‘દુર્ગામતી: ધ મિથ’નું ટ્રેલર લાગે છે થ્રિલિંગ

ટ્રેલરમાં ભૂમિ પેડણેકર

અભિનેત્રી ભૂમિ પેડણેકર (Bhumi Pednekar) અને અર્શદ વારસી (Arshad Warsi)ની ફિલ્મ ‘દુર્ગામતી: ધ મિથ’નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. થ્રિલિંગ ટ્રેલર જોઈને ફિલ્મ પાસેથી અપેક્ષા રાખી શકાય છે.

એમેઝોન પ્રાઈમ વિડીયો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવેલ ‘દુર્ગામતી: ધ મિથ’નું ટ્રેલર ત્રણ મિનિટ વીસ સેકેન્ડનું છે. ટ્રેલર તો થ્રિલિંગ લાગે છે પરંતુ ટ્રેલર પરથી આ સ્ટોરી આખી શું હશે એ ટ્રેલર પરથી સ્પષ્ટ થતું નથી.

અહીં જુઓ ટ્રેલર:

ફિલ્મમાં ભૂમિ પેડણેકરે એક આઈએએસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. જી અશોકના દિગ્દર્શન વાળી આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષાની ફિલ્મ ‘ભાગમતી’ની હિન્દી રીમેક છે. ઓરિજિનલ ફિલ્મનું ડિરેક્શન પણ અશોકે જ કરેલ છે. જોકે તેમાં અનુષ્કા શેટ્ટી મૂખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

૧૧ ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ વિડીયો ઇન્ડિયા પર રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનાં ટ્રેલરમાં અનેક મુમેન્ટ ડરામણા છે. ફિલ્મની સ્ટોરી એવા રાજનેતાઓ વિશે છે એક સારા રાજનેતાને ફસાવવા ષડયંત્ર રચી રહ્યાં છે. તે પોતાની ગેમમાં ચંચળ ચૌહાણ એટલે કે ભૂમિને સામેલ કરે છે અને તેની પુછપરછ કરવા માટે એક સુમસાન સ્થળે લઈ જાય છે જેથી કોઈને શંકા જાય નહી.

ટ્રેલરમાં જે વસ્તુ સૌથી પ્રભાવશાળી લાગે છે તે છે ભૂમિનો અભિનય અને તેનો દેખાવ. ટ્રેલરના અંતે દર્શાવવામાં આવેલા દ્રશ્યો તેનું જીવન છે જેમાં ચંચલ દુર્ગામતીનું રૂપ લે છે. ટ્રેલર જોયા પછી ફિલ્મની અપેક્ષાઓ વધી જાય છે.

ટ્રેલર ભૂમિએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, 'દુર્ગામતી ટ્રેલર. મેં આને તમારા બધા સાથે શેર કરવા માટે ઘણી રાહ જોઈ છે. આ લોહી, પરસેવો અને અથાગ પરિશ્રમ છે. આમાંથી અમુક મોમેન્ટ એવી છે જેમાં ખુશી છે અને અમુક એવો સમય છે જેમાં દર્દથી રડી છું. મારું અત્યાર સુધીનું સૌથી સ્પેશિયલ અને ચેલેંજિંગ કામ.'

આગળ અભિનેત્રીએ તેના કો-સ્ટાર અક્ષય અને ડિરેક્ટરનો આભાર માનતા લખ્યું, 'આભાર અક્ષય, અશોક, વિક્રમ અને ભૂષણ કુમાર આને હકીકત બનાવવા બદલ અને મારા પર ભરોસો કરવા માટે. તમારા બધા માટે માત્ર પ્રેમ અને આભાર.'

તમને જણાવી દઈએ કે, 'દુર્ગાવતી'નું નામ બદલીને 'દુર્ગામતી' કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહ્યા છે અને અક્ષય કુમાર અને ભૂષણ કુમાર તેને પ્રેઝન્ટ કરી રહ્યા છે.

bollywood bollywood news upcoming movie amazon prime bhumi pednekar arshad warsi trailer launch