16 March, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાગ્યશ્રીને હાલમાં પિકલબૉલ રમતી વખતે માથામાં ગંભીર ઈજા થઈ
ભાગ્યશ્રીને હાલમાં પિકલબૉલ રમતી વખતે માથામાં ગંભીર ઈજા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે આ ઈજાને કારણે ભાગ્યશ્રીને માથામાં ૧૩ ટાંકા આવ્યા છે. હાલમાં સોશ્યલ મીડિયામાં ભાગ્યશ્રીની કેટલીક તસવીરો વાઇરલ થઈ છે જેમાં ભાગ્યશ્રી હૉસ્પિટલના બેડ પર જોવા મળી હતી જ્યાં ડૉક્ટરો તેની સારવાર કરી રહ્યા હતા. એક બીજી તસવીરમાં ભાગ્યશ્રી માથામાં ઈજા થઈ હોવા છતાં હસતી જોવા મળી હતી. જોકે ઍક્ટ્રેસે હજી સુધી સોશ્યલ મીડિયા પર સ્વાસ્થ્યની સત્તાવાર માહિતી શૅર નથી કરી.