✕

અર્જુન કપૂર અને સાહિબા બાલીના ડેટિંગનો ફરી મળ્યો પુરાવો

26 November, 2026 02:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુન અને સાહિબા આ પહેલાં લંડનના લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાથે જોવા મળ્યાં હતાં. હવે ગુરુ નાનક જયંતીના અવસરે સાહિબાએ શૅર કરેલી એક તસવીરને કારણે આ ચર્ચાઓને વેગ મળ્યો છે.

સાહિબા બાલી અને અર્જુન કપૂર

અર્જુન કપૂર ફરી એક વખત પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. હવે તેનું નામ કન્ટેન્ટ ક્રીએટર અને ઍક્ટ્રેસ સાહિબા બાલી સાથે જોડાઈ રહ્યું છે. બન્નેના અફેરની ચર્ચાઓ છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પર ચાલી રહી છે. અર્જુન અને સાહિબા આ પહેલાં લંડનના લૉર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાથે જોવા મળ્યાં હતાં. હવે ગુરુ નાનક જયંતીના અવસરે સાહિબાએ શૅર કરેલી એક તસવીરને કારણે આ ચર્ચાઓને વેગ મળ્યો છે.

મંગળવારે સાહિબાએ સોશ્યલ મીડિયા પર અર્જુન કપૂર સાથેનો એક સેલ્ફી શૅર કર્યો હતો. આ તસવીરમાં બન્નેનાં માથાં ઢાંકેલાં જોવા મળે છે. અર્જુન સાથેનો સેલ્ફી શૅર કરતાં સાહિબાએ લખ્યું હતું કે ‘મેં તેનો અડધો પ્રસાદ પણ ખાઈ લીધો. હૅપી ગુરુપુરબ.’ આ તસવીર સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર પણ બન્નેના સંબંધોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ આ પોસ્ટને તેમના સંબંધોનું ‘સૉફ્ટ લૉન્ચ’ ગણાવી હતી. જોકે સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચાઓ વચ્ચે અર્જુન કે સાહિબા બન્નેમાંથી કોઈએ પણ પોતાના સંબંધો વિશે સત્તાવાર નિવેદન આપ્યું નથી.

arjun kapoor relationships social media viral post entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood