27 July, 2023 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંગદ બેદી અને મૃણાલ ઠાકુર
અંગદ બેદી ફરી મૃણાલ ઠાકુર સાથે કામ કરવા જઈ રહ્યો છે. તેઓ તેલુગુ ફિલ્મ ‘હાઈ નેના’માં સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં સાઉથનો સ્ટાર નાની લીડ રોલમાં છે. આ ફિલ્મ દ્વારા અંગદ બેદી સાઉથમાં ડેબ્યુ કરી રહ્યો છે. અંગદ અને મૃણાલે ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ વિશે અંગદે કહ્યું કે ‘આ ફિલ્મને લઈને હું ખૂબ જ ઉત્સાહી છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી કામ કર્યા છતાં ફરી ડેબ્યુ કરવાની ખુશી છે. સિનેમા માટે આ ખૂબ જ સારો સમય છે. ખાસ કરીને ત્યારે કે ફિલ્મ કઈ ભાષામાં અને ક્યાં બની રહી છે એ હવે મહત્ત્વનું નથી, ફિલ્મ સારી બની હોય તો એને દરેક જગ્યાએ પસંદ કરવામાં આવે છે. ખૂબ જ અદ્ભુત સ્ટોરીવાળા બિગ પ્રોજેક્ટમાં કામ કરવાની મને ખુશી છે.’