16 March, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હોલિકાદહન વખતે અમિતાભે પત્ની જયા બચ્ચન સાથે એક ઇમોશનલ મોમેન્ટ શૅર કરી
દર વર્ષની જેમ અમિતાભ બચ્ચને આ વર્ષે પણ હોળીનો ઉત્સવ ધામધૂમથી મનાવ્યો હતો. આ સેલિબ્રેશનની શરૂઆત હોલિકાદહનથી થઈ હતી. હોલિકાદહન વખતે અમિતાભે પત્ની જયા બચ્ચન સાથે એક ઇમોશનલ મોમેન્ટ શૅર કરી હતી. આ મોમેન્ટની ખાસ તસવીર દીકરી શ્વેતા બચ્ચન નંદાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ કરી છે. શ્વેતાની આ પોસ્ટ પર અનેક સેલિબ્રિટીઓએ પૉઝિટિવ રીઍક્શન આપ્યાં છે.