પૂરગ્રસ્ત તેલુગુ રાજ્યો માટે પ્રભાસે જાહેર કર્યું બે કરોડ રૂપિયાનું ડોનેશન

05 September, 2024 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અલ્લુ અર્જુન અને રામ ચરણે આપ્યા એક-એક કરોડ

પ્રભાસ

પૂરગ્રસ્ત તેલુગુ રાજ્યો આંધ્ર પ્રદેશ અને તેલંગણને મદદ કરવા રામ ચરણ, અલ્લુ અર્જુન અને પ્રભાસ પણ આગળ આવ્યા છે. રામ ચરણ અને અલ્લુ અર્જુને એક-એક કરોડ રૂપિયાનું ડોનેશન ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફન્ડમાં આપ્યું છે, જ્યારે પ્રભાસે બે કરોડ રૂપિયાનું ડોનેશન જાહેર કર્યું છે. આ પહેલાં જુનિયર NTR દ્વારા એક કરોડ રૂપિયાના ડોનેશનની જાહેરાત કરવામાં આવી હતી. ચિરંજીવી અને મહેશ બાબુએ પણ બન્ને રાજ્યો માટે કુલ એક-એક કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. આ બધા તેલુગુ સુપરસ્ટાર્સે તેમની સહાય બન્ને રાજ્યોમાં સરખા ભાગે વહેંચીને આપી છે. 

andhra pradesh telangana ram charan allu arjun mahesh babu prabhas entertainment news bollywood bollywood news