midday

નાક પર કેક લગાડી અને પછી કપાળ પર કિસ કરી

15 March, 2025 05:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર કપૂરે પત્ની આલિયાના ઍડ્વાન્સ બર્થ-ડે સેલિબ્રેશનમાં બધાનાં દિલ જીતી લીધાં
મીડિયા સાથે રણબીર-આલિયા

મીડિયા સાથે રણબીર-આલિયા

આલિયા ભટ્ટની આજે બત્રીસમી વર્ષગાંઠ છે ત્યારે તેણે અને પતિ રણબીરે ઍડ્વાન્સમાં મીડિયા સાથે ક્યુટ બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં કેક-કટિંગ વખતે આલિયાએ નો મેક-અપ લુકમાં પીચ ફ્લોરલ કુરતો પહેરીને કેક કટ કરી હતી.

આ કેક-કટિંગ વખતે રણબીરે વાઇફના નાક પર થોડી કેક લગાવીને તેને સરપ્રાઇઝ કરી દીધી હતી અને પછી તેના માથા પર કિસ કરીને પોતાની લાગણી અભિવ્યક્ત કરી હતી. રણબીરની આ મસ્તીભરી સ્ટાઇલે લોકોનાં દિલ જીતી લીધાં હતાં.

આ સેલિબ્રેશન પછી તેમણે મીડિયા સાથે બહુ મસ્તી કરીને પિક્ચર્સ ક્લિક કરાવ્યાં હતાં અને જન્મદિવસ ઊજવ્યો હતો. રણબીર-આલિયાના મિત્ર અને તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખરજીના પિતા દેબ મુખરજીના અવસાનના પગલે હવે આલિયા આજે બર્થ-ડે નહીં ઊજવે.

alia bhatt ranbir kapoor happy birthday social media viral videos bollywood bollywood news entertainment news instagram