22 September, 2026 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુગ દેવગન
અજય દેવગન અને કાજોલનો દીકરો યુગ દેવગન ૧૬ વર્ષનો થઈ ગયો છે અને આ ઉંમરે જ તેનો ફિટનેસ પ્રત્યેનો રસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અજયે હાલમાં સોશ્યલ મીડિયામાં દીકરાનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં યુગ જિમમાં જોરદાર વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. વિડિયોમાં યુગનો ફિટ અને મસ્ક્યુલર અંદાજ જોવા મળ્યો હતો. આ વિડિયોમાં યુગ જિમમાં વેઇટેડ
પુલ-અપ્સ કરતો જોવા મળે છે અને તેણે કમર પર બ્લૅક વેઇટલિફ્ટિંગ બેલ્ટ બાંધ્યો હતો, જેમાં ચેઇનની મદદથી ભારે વજનની પ્લેટ જોડવામાં આવી હતી. યુગ આ કસરત પૂરી એકાગ્રતા સાથે કરતો જોવા મળ્યો હતો. કૅમેરાની પાછળ ઊભેલો અજય જે રીતે યુગના વર્કઆઉટને રેકૉર્ડ કરી રહ્યો હતો એ જોઈને સ્પષ્ટ હતું કે તે દીકરાની ફિટનેસ-જર્નીમાં ખાસ રસ લઈ રહ્યો છે.