16 March, 2024 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
આમિર ખાને ‘અંદાઝ અપના અપના 2’ની હિન્ટ આપી છે. તેણે જણાવ્યું છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. હાલમાં તો આમિર ‘સિતારે ઝમીન પર’માં કામ કરી રહ્યો છે. ૧૯૯૪માં આવેલી ‘અંદાઝ અપના અપના’માં આમિર અને સલમાન ખાનની જોડીએ લોકોને ખૂબ હસાવ્યા હતા. તેમની સાથે રવીના ટંડન, કરિશ્મા કપૂર, પરેશ રાવલ અને શક્તિ કપૂર પણ જોવા મળ્યાં હતાં. એ ફિલ્મને રાજકુમાર સંતોષીએ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મની સીક્વલ અથવા તો રીમેક બનાવવામાં આવે એવી ઘણી વાર ફૅન્સ દ્વારા ડિમાન્ડ કરવામાં આવી હતી. એ વિશે આમિરે કહ્યું કે ફિલ્મમેકર રાજકુમાર સંતોષી ‘અંદાઝ અપના અપના 2’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.