✕

NSE બન્યું વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટૉક એક્સચેન્જ

27 November, 2026 08:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શૅરના ભાવમાં સતત તેજી સાથે માર્કેટકૅપ ૬ લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચ્યું : લંડન સ્ટૉક એક્સચેન્જ અને ડૉઇચે બૉર્સને પાછળ રાખ્યાં.

NSE વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટૉક એક્સચેન્જ

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) ગુરુવારે માર્કેટ-વૅલ્યુની દૃષ્ટિએ વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટૉક એક્સચેન્જ બની ગયું છે. સતત બીજા દિવસે શૅરમાં તેજી જળવાઈ રહેતાં નવેમ્બર મહિનાના અત્યાર સુધીનાં ૧૮ ટ્રેડિંગ સેશનમાંથી ૧૪ સેશનમાં એના શૅરના ભાવમાં વધારો નોંધાયો છે.

આ તેજીને કારણે NSEના શૅરે ૨૪૦૦ રૂપિયાના લિસ્ટિંગ પછીની નવી ઊંચી સપાટી બનાવી છે. નવા લિસ્ટ થયેલા આ એક્સચેન્જ સર્વિસ પ્રોવાઇડરના શૅરમાં ઑક્ટોબર મહિનામાં પણ ૩૪ ટકાનો ઉછાળો આવ્યો હતો. શૅર એના લિસ્ટિંગ પછીની નીચલી સપાટી ૧૬૪૦ રૂપિયાથી લગભગ ૫૦ ટકા રિકવર થયો છે, જે ૧૭૮૫ રૂપિયાના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) પ્રાઇસ કરતાં નીચે ગયો હતો.

આ ઉછાળાને પરિણામે NSEનું માર્કેટ કૅપિટલાઇઝેશન હવે ૬ લાખ કરોડ રૂપિયા (૬૪.૧ બિલ્યન ડૉલર)ની નજીક પહોંચી ગયું છે. એણે ૬૩.૪ બિલ્યન ડૉલર ધરાવતા ડૉઇચે બૉર્સ એજી અને ૬૨.૪ બિલ્યન ડૉલર ધરાવતા લંડન સ્ટૉક એક્સચેન્જને પાછળ છોડી દીધાં છે. હવે NSE માત્ર ૧૧૧.૬ બિલ્યન ડૉલર ધરાવતા CME ગ્રુપ ઇન્ક. અને ૯૯.૪ બિલ્યન ડૉલર ધરાવતા ઇન્ટરકૉન્ટિનેન્ટલ એક્સચેન્જ કરતાં જ પાછળ છે.

NSEએ ૨૦૨૬ની ૨૪ સપ્ટેમ્બરે શૅરબજારમાં એન્ટ્રી કરી હતી અને ૧૭૮૫ રૂપિયાના ઇશ્યુ-પ્રાઇસ સામે ૧૮૦૦ રૂપિયાના નજીવા પ્રીમિયમ સાથે શૅર લિસ્ટ થયો હતો.

national stock exchange stock market ipo share market business news finance news news national news london