બૅડ્‍મિન્ટન એશિયા ચૅમ્પિયનશિપમાં ભારત માટે ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો આયુષ શેટ્ટી

13 April, 2026 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાકી બધા મેડલ બ્રૉન્ઝ છે. જ્યારે ગઈ કાલે ૨૦ વર્ષના આયુષ શેટ્ટીએ ભારત માટે પહેલો સિલ્વર મેડલ જીત્યો હતો.

આયુષ શેટ્ટી

ભારતના ઊભરતા બૅડ્‍મિન્ટન સ્ટાર આયુષ શેટ્ટીને બૅડ્‍મિન્ટન એશિયા ચૅમ્પિયનશિપ ૨૦૨૬માં રવિવારે પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. યજમાન ચીનના વર્લ્ડ નંબર-ટૂ પ્લેયર શી યુક્વી સામે તેને ફાઇનલ મૅચમાં ૨૧-૮, ૨૧-૧૦ હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ભારત માટે ૬૧ વર્ષ બાદ પુરુષ સિંગલ્સ ફાઇનલમાં એન્ટ્રી મારીને તેણે ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ આ ટુર્નામેન્ટની પુરુષ સિંગલ્સ ફાઇનલમાં ૧૯૬૫માં દિનેશ ખન્નાએ એન્ટ્રી કરી હતી. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ભારતે હવે ૧૯ મેડલ જીત્યા છે. ૧૯૬૫માં દિનેશ ખન્ના અને ૨૦૨૩માં સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બાકી બધા મેડલ બ્રૉન્ઝ છે. જ્યારે ગઈ કાલે ૨૦ વર્ષના આયુષ શેટ્ટીએ ભારત માટે પહેલો સિલ્વર મેડલ જીત્યો હતો.

badminton news cricket news gujarati mid day sports sports news