07 June, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિતુ મોન્ડાલ
અમદાવાદમાં આયોજિત પ્રથમ વર્લ્ડ યોગાસન ચૅમ્પિયનશિપમાં ત્રણ દિવસની અંદર ભારતે બાવીસ ગોલ્ડ મેડલ સાથે મેડલ-ટૅલીમાં પહેલા ક્રમે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ભારત પાસે બાવીસ ગોલ્ડ, પાંચ સિલ્વર અને એક બ્રૉન્ઝ સહિત ૨૮ મેડલ છે. બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલને કારણે આર્જેન્ટિના બીજા સ્થાને પહોંચી ગયું છે. રિતુ મોન્ડાલે આ ચૅમ્પિયનશિપમાં ભારત માટે બે ગોલ્ડ મેડલ જીતવાનો રેકૉર્ડ કર્યો છે.