06 July, 2023 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફુટબૉલર જીક્સન સિંહે મંગળવારે મણિપુરની વંશીય જાતિ મેઇતીનો સાત રંગનો ફ્લૅપ પોતાના શરીર પર વીંટાળીને વિવાદ ઊભો કર્યો હતો.
સુનીલ છેત્રીના સુકાનમાં મંગળવારે ભારતે ‘સાફ’ ફુટબૉલ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં કુવૈતની ચડિયાતી ટીમને ૧-૧ની ડ્રૉ બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ૫-૪થી હરાવીને નવમી વાર આ સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ધ બ્લુ ટાઇગર્સ’ તરીકે ઓળખાતી ભારતીય ટીમને ઉપરાઉપરી બીજી સ્પર્ધા જીતવા બદલ સોશ્યલ મીડિયામાં અભિનંદન આપ્યાં હતાં. પીએમ મોદીએ લખ્યું કે ‘વાહ, આપણા બ્લુ ટાઇગર્સ ફરી ચૅમ્પિયન બન્યા! તમામ ચૅમ્પિયન ખેલાડીઓને અભિનંદન. તમે તમારી સંકલ્પશક્તિ અને દૃઢતાથી આ સિદ્ધિને શક્ય બનાવી છે. તમારી ઉપલબ્ધિઓ દેશની આવનારી પેઢીના સ્પોર્ટ્સપર્સન્સને પ્રેરણા આપતી જ રહેશે.’ મણિપુરમાં ઘણા દિવસોથી હિંસાચાર છે. એ રાજ્યના ફુટબૉલર જીક્સન સિંહે મંગળવારે મણિપુરની વંશીય જાતિ મેઇતીનો સાત રંગનો ફ્લૅપ પોતાના શરીર પર વીંટાળીને વિવાદ ઊભો કર્યો હતો.