✕

હાથ વગરની તીરંદાજ શીતલ દેવીએ બે કલાકની અંદર એશિયન પૅરા ગેમ્સમાં ડબલ ગોલ્ડ મેડલ જીત્યા

23 October, 2026 10:08 AM IST  |  Tokyo | Gujarati Mid-day Correspondent

તલ દેવી સિવાય આ એશિયન પૅરા ગેમ્સમાં સ્વિમર રવિ બુડિગિનાએ ત્રણ મેડલ જીત્યા છે. તેના નામે બે સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ છે. અન્ય ૧૨ ખેલાડીઓએ ૨-૨ મેડલ જીત્યા છે. ઍથ્લેટિક્સમાંથી હમણાં સુધી બાવન મેડલ ભારતના ખાતામાં આવ્યા છે.

શીતલ દેવી ગોલ્ડ મેડલ જીત્યા

જપાનમાં આયોજિત એશિયન પૅરા ગેમ્સ 2026માં ભારતની મેડલની સંખ્યા ૮૮ સુધી પહોંચી છે. ઑફિશ્યલ આંકડા અનુસાર ભારતે હમણાં સુધી ૨૧ ગોલ્ડ, ૨૬ સિલ્વર અને ૪૧ બ્રૉન્ઝ મેડલ સાથે મેડલ-ટૅલીમાં ચોથું સ્થાન મેળવ્યું છે. ગઈ કાલે ભારતના ખાતામાં ૨૬ વધુ મેડલ ઉમેરાયા હતા. 

હાથ વગરની તીરંદાજ શીતલ દેવીએ ગઈ કાલે બે કલાકથી પણ ઓછા સમયમાં બે ગોલ્ડ મેડલ જીતીને પોતાની અજોડ ક્ષમતા ફરી સાબિત કરી દીધી છે. ૧૯ વર્ષની આ તીરંદાજે ગઈ કાલે ટોમન કુમાર સાથે કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં અને પછી મહિલાઓની વ્યક્તિગત પૅરા કમ્પાઉન્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ તેણે મહિલા ડબલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. છેલ્લી સીઝનમાં પણ તેણે બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. 

ગઈ કાલે પુરુષોની T63 હાઈ જમ્પ ઇવેન્ટમાં ભારતે ક્લીન સ્વીપ કરી હતી. શૈલેષ કુમારે ૧.૮૯ મીટરના એશિયન ગેમ્સ રેકૉર્ડ સાથે ગોલ્ડ, વરુણ ભાટીએ ૧.૮૪ મીટરના સીઝનના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે સિલ્વર મેડલ અને રાહુલ સરોહાએ ૧.૮૧ મીટરના કૂદકા સાથે બ્રૉન્ઝ મેળવ્યો હતો.

શીતલ દેવી સિવાય આ એશિયન પૅરા ગેમ્સમાં સ્વિમર રવિ બુડિગિનાએ ત્રણ મેડલ જીત્યા છે. તેના નામે બે સિલ્વર અને એક બ્રૉન્ઝ મેડલ છે. અન્ય ૧૨ ખેલાડીઓએ ૨-૨ મેડલ જીત્યા છે. ઍથ્લેટિક્સમાંથી હમણાં સુધી બાવન મેડલ ભારતના ખાતામાં આવ્યા છે. ૨૦૨૨ની સીઝનમાં ભારતે ઍથ્લેટિક્સમાં ૫૩ મેડલ જીત્યા હતા. 

asian games japan team india gujarati mid day sports news sports