15 January, 2025 03:20 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર
સ્ટાર ભારતીય પિસ્ટલ શૂટર મનુ ભાકરે પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે, પણ હવે તે આ મેડલ બદલાવવા માગે છે. મનુ ભાકર વિશ્વભરના એ ઍથ્લીટ્સના એક મોટા જૂથમાં સામેલ છે જેમણે ફરિયાદ કરી છે કે તેમના મેડલ ખરાબ થઈ રહ્યા છે. હાલમાં ઘણા પ્લેયર્સે પોતાના ઘસાઈ ગયેલા મેડલના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.
એક ઇન્ટરવ્યુ પરથી જાણવા મળ્યું છે કે મનુ ભાકરના બન્ને મેડલ પણ ઘસાઈ ગયા છે અને ઝાંખા પડી ગયા છે. તે કહે છે, ‘હા, મેં આ વિશે વાંચ્યું છે. જો તેઓ રિપ્લેસ કરી રહ્યા હોય તો હું પણ મારા મેડલ બદલાવીશ.’
ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (IOC) કહે છે કે ક્ષતિગ્રસ્ત મેડલને વ્યવસ્થિત રીતે બદલવામાં આવશે, પ્લેયર્સને આપવામાં આવતો નવો મેડલ જૂના મેડલ જેવો જ હશે.