લક્ષ્ય સેનની ઑસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં એન્ટ્રી, સાત્વિક-ચિરાગ આઉટ

22 November, 2025 08:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૩ નવેમ્બરે તેની ટક્કર ચાઇનીઝ તાઇપેઇના બૅડ્‌મિન્ટન પ્લેયર સાથે થશે. ભારતીય મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ક્વૉર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયન જોડી સાથે ૧૩-૨૧, ૨૩-૨૧, ૨૧-૧૬થી હારી હતી. 

લક્ષ્ય સેનની ઑસ્ટ્રેલિયન ઓપનની સેમી ફાઇનલમાં એન્ટ્રી, સાત્વિક-ચિરાગ આઉટ

ઑસ્ટ્રેલિયન ઓપન સુપર 500 ટુર્નામેન્ટમાં ભારતની એકમાત્ર આશા હવે લક્ષ્ય સેન પર છે. ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં તેણે ભારતના આયુષ શેટ્ટીને ૨૩-૨૧, ૨૧-૧૧થી હરાવીને સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી હતી. ૨૩ નવેમ્બરે તેની ટક્કર ચાઇનીઝ તાઇપેઇના બૅડ્‌મિન્ટન પ્લેયર સાથે થશે. ભારતીય મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ક્વૉર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયન જોડી સાથે ૧૩-૨૧, ૨૩-૨૧, ૨૧-૧૬થી હારી હતી. 

badminton news sports news india australian open sports