20 November, 2024 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશસ્વી જાયસવાલ
મુંબઈમાં નવમી નવેમ્બરે ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ (ISH)ની પાંચમી સીઝનમાં અસાધારણ સિદ્ધિ મેળવનાર પ્લેયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નીરજ ચોપડાને સ્પોર્ટ્સમૅન ઑફ ધ યર (વ્યક્તિગત સ્પોર્ટ્સ), શૂટર મનુ ભાકરને સ્પોર્ટ્સવુમન ઑફ ધ યર (વ્યક્તિગત સ્પોર્ટ્સ), હૉકી-પ્લેયર હરમનપ્રીત સિંહને સ્પોર્ટ્સમૅન ઑફ ધ યર (ટીમ સ્પોર્ટ્સ) અને ક્રિકેટર સ્મૃતિ માન્ધનાને સ્પોર્ટ્સવુમેન ઑફ ધ યર (ટીમ સ્પોર્ટ્સ)ના અવૉર્ડ મળ્યા હતા.
શૂટર મનુના કોચ જસપાલ રાણા કોચ ઑફ ધ યર અને પદ્મશ્રી મુરલીકાંત પેટકર લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી સન્માનિત થયા હતા. દિવ્યાંગ જૅવલિન થ્રોઅર સુમિત અંતિલ અને દિવ્યાંગ શૂટર અવનિ લેખરાએ પૅરાઍથ્લીટ ઑફ ધ યરના અવૉર્ડ જીત્યાં હતાં.
અવનિ લેખરા
જસપાલ રાણા
મહિલા ક્રિકેટર શ્રેયાંકા પાટીલ સાથે પૉપ્યુલર ચૉઇસ બ્રેકથ્રૂ પર્ફોર્મન્સ ઑફ ધ યર અવૉર્ડ જીતનાર યશસ્વી જાયસવાલ સ્ટાર સ્પોર્ટ્સ બિલીવ ઑનર અવૉર્ડથી પણ સન્માનિત થયો હતો.
સુમિત અંતિલ
ભારતીય મેન્સ હૉકી ટીમ અને ચેસ વિમેન્સ ટીમને ટીમ ઑફ ધ યરનો અવૉર્ડ મળ્યો, જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સને પૉપ્યુલર ચૉઇસ ક્લબનો અવૉર્ડ મળ્યો હતો.