સાત્વિક-ચિરાગની જોડી થાઇલૅન્ડ ઓપનની ફાઇનલમાં

17 May, 2026 09:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્તમાન બૅડ્‍મિન્ટન સીઝનમાં સાત્વિક-ચિરાગની આ પહેલી જ ફાઇનલ છે. 

ગઈ કાલે સેમી ફાઇનલમાં પહેલો સેટ હાર્યા બાદ સાત્વિક અને ચિરાગે શાનદાર કમબૅક સાથે ફાઇનલમાં એન્ટ્રી મારી હતી.

ભારતના ટોચના બૅડ્‍મિન્ટન ખેલાડીઓ અને વિશ્વમાં ડબલ્સમાં ચોથો ક્રમાંક ધરાવતા સાત્વિકસાઈરાજ રૅન્કિરેડ્ડી તથા ચિરાગ શેટ્ટીની જોડી થાઇલૅન્ડ ઓપનની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગઈ કાલે તેમણે રોમાંચક સેમી ફાઇનલમાં નવમા ક્રમાંકની મલેશિયાની જોડીને પ્રથમ સેટ હાર્યા બાદ શાનદાર કમબૅક કરીને ૧૯-૨૧, ૨૨-૨૦ અને ૨૧-૧૬થી હરાવી હતી. આ રસાકસીભરી સેમી ફાઇનલ ૮૨ મિનિટ સુધી ચાલી હતી. હવે સાત્વિક-ચિરાગની જોડી ફાઇનલમાં ઇન્ડોનેશિયાની જોડી સામે રમશે. વર્તમાન બૅડ્‍મિન્ટન સીઝનમાં સાત્વિક-ચિરાગની આ પહેલી જ ફાઇનલ છે. 

badminton news thailand malaysia indian badminton league sports sports news