24 November, 2026 02:37 PM IST | Kathmandu | Gujarati Mid-day Correspondent
કબડ્ડીમાં ભારત વિજેતા
ફોર નેશન કપ કબડ્ડી ચૅમ્પિયનશિપની પહેલી જ સીઝનમાં ભારતીય ટીમ વિજેતા બની છે. અન્ડર-20 લેવલની આ મેન્સ ટુર્નામેન્ટ ૨૧થી ૨૩ નવેમ્બર વચ્ચે નેપાલના કાઠમાંડુમાં યોજાઈ હતી. નેપાલ, થાઇલૅન્ડ અને બંગલાદેશ જેવી ટીમો સામે અજેય રહીને ભારતીય ટીમ પૉઇન્ટ-ટેબલમાં નંબર વન રહી હતી. ગઈ કાલે ફાઇનલ મૅચમાં ભારતીય ટીમે નેપાલ સામે ૫૭–૪૫થી જીત નોંધાવી હતી.
પોર્ટુગલના ફુટબૉલ સ્ટાર ક્રિસ્ટીઆનો રોનાલ્ડોનું CR7 મ્યુઝિયમ ચીનના શાંઘાઈમાં લૉન્ચ થયું છે. આ મ્યુઝિયમમાં રોનાલ્ડો સાથે જોડાયેલી ૫૦ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. મ્યુઝિયમની ખાસિયત એ છે કે મ્યુઝિયમની બહાર રોનાલ્ડોનું સાત મીટરનું સ્ટૅચ્યુ છે. આ રોનાલ્ડોનું વિશ્વનું સૌથી લાંબુ ફુલ-બૉડી સ્ટૅચ્યુ છે. રોનાલ્ડોની જર્સી નંબર પણ ૭ છે.