✕

ભારતની શ્રુતિએ સતત ત્રીજા વર્ષે મહિલા વર્લ્ડ બિલિયર્ડ્‍સ ચૅમ્પિયનશિપ જીતી

23 October, 2026 10:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતની શ્રુતિ લક્ષ્મીનારાયણને સતત ત્રીજા વર્ષે મહિલા વર્લ્ડ બિલિયર્ડ્‍સ ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઇંગ્લૅન્ડમાં રમાયેલી ફાઇનલમાં તામિલનાડુની શ્રુતિએ સ્વીડનની હરીફને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો.

શ્રુતિ લક્ષ્મીનારાયણે ચૅમ્પિયનશિપ જીતી

ભારતની શ્રુતિ લક્ષ્મીનારાયણને સતત ત્રીજા વર્ષે મહિલા વર્લ્ડ બિલિયર્ડ્‍સ ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચ્યો છે. ઇંગ્લૅન્ડમાં રમાયેલી ફાઇનલમાં તામિલનાડુની શ્રુતિએ સ્વીડનની હરીફને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો.

આ પહેલાં શ્રુતિ લક્ષ્મીનારાયણને ૨૦૨૪ અને ૨૦૨૫માં પણ આ ચૅમ્પિયનશિપ જીતી હતી. હાલમાં તે મહિલા બિલિયર્ડ્‍સનાં વિશ્વ રૅન્કિંગમાં ટોચના સ્થાને છે. ૧૯૩૧થી રમાતી આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વખત ટૉપ ટૂમાં રહેનાર ખેલાડીઓના ટૉપ ટેનના લિસ્ટમાં શ્રુતિ એકમાત્ર વિદેશી ખેલાડી છે, બાકીના તમામ પ્લેયર્સ ઇંગ્લૅન્ડના છે.

tamil nadu team india sports sports news new delhi sweden england