હૉકી ઇન્ડિયાનાં ગૌરવશાળી ૧૦૦ વર્ષની ઉજવણી

08 November, 2025 12:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં પ્રધાનો અને સ્ટાર પ્લેયર્સ સહિત દેશભરમાં ૫૭,૦૦૦ પ્લેયર્સે ઉજવણીમાં ભાગ લીધો

ગઈ કાલે દિલ્હીમાં હૉકી રમતા પ્રધાનો મનસુખ માંડવિયા, રક્ષા ખડસે અને કિરણ રિજિજુ.

દિલ્હીના મેજર ધ્યાનચંદ નૅશનલ સ્ટેડિયમમાં ગઈ કાલે ધામધૂમથી હૉકી ઇન્ડિયાનાં ૧૦૦ વર્ષની ઉજવણી થઈ હતી. શતાબ્દી વર્ષની ઉજવણી દરમ્યાન ભૂતકાળના યાદગાર પ્રસંગોના ફોટોઝનું પ્રદર્શન અને મેન્સ-વિમેન્સ પ્લેયર્સની ફ્રેન્ડ્લી મૅચ યોજાઈ હતી. ભારત સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયા સાથે અન્ય બે પ્રધાન કિરેન રિજિજુ અને રક્ષા નિખિલ ખડસેએ આ પ્રસંગે હૉકી-ફીલ્ડમાં જઈને રમત પર હાથ અજમાવ્યો હતો.

ભારતીય મેન્સ ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ સહિતના સિનિયર પ્લેયર્સે મેન્સ-વિમેન્સની બે ટીમમાં વિભાજિત થઈને ફ્રેન્ડ્લી મૅચ પણ રમી હતી. ઇવેન્ટના અંતે પ્લેયર્સ અને કોચને શતાબ્દી વર્ષની સ્મૃતિભેટ પણ આપવામાં આવી હતી. ગઈ કાલે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે હૉકી ઇન્ડિયાએ આખા દેશના ૫૭૦ જિલ્લાઓમાં ૧૬૦૦ હૉકી-મૅચનું આયોજન કર્યું હતું જેમાં ૫૭,૬૦૦ પ્લેયર્સે ભાગ લીધો હતો.

hockey new delhi delhi news sports news sports