19 December, 2025 06:09 PM IST | Dubai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ભારતીય બૉક્સર નીરજ ગોયત દુબઈમાં તેના ઝઘડાને લઈને ચર્ચામાં આવ્યો છે. નીરજની નિયમિત ટ્રેનિંગ સેશનમાં એન્થોની ટેલર સાથે લડાઈ થતાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. ગોયત અને ટેલર વચ્ચે 20 ડિસેમ્બરે બૉક્સિંગ મૅચ થવાની છે. આ ઘટના ત્યારે બની જ્યારે ગોયત તેનું વર્કઆઉટ પૂર્ણ કરી ઇન્ટરવ્યૂ આપવા માટે નીચે જઈ રહ્યો હતો. અહેવાલ અનુસાર, વિવાદ ગોયત અને ટેલર વચ્ચે મતભેદથી શરૂ થયો. મૌખિક વિવાદ ટૂંક સમયમાં અપશબ્દોમાં ફેરવાઈ ગયો, જેના પર આસપાસના લોકોનું ધ્યાન ગયું. રિંગની અંદર અને બહાર પોતાના શાંત અભિગમ માટે જાણીતા ગોયત પાછળ હટ્યો નહીં અને ટેલરના ઉશ્કેરણીનો કડક જવાબ આપ્યો. દલીલ તીવ્ર બનતા, નીરજ ગોયતે કહ્યું "ભારત તેરા બાપ હૈ". આ ટિપ્પણી હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
વિવાદની સ્થિતિ છતાં, પરિસ્થિતિ કોઈ મોટી લડાઈમાં ફેરવાઈ ન હતી, અને ગોયત આખરે તેના નિર્ધારિત ઇન્ટરવ્યુમાં હાજરી આપવા માટે ચાલ્યો ગયો. આ ઘટનાએ હવે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે, લોકો તેના પર મિશ્ર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, કેટલાકે બૉક્સરને પોતાના પક્ષમાં રહેવા બદલ સમર્થન આપ્યું છે, જ્યારે કેટલાકે ફેમસ વ્યક્તિ તરીકે સેવા આપતા ખેલાડીઓથી સંયમ રાખવાની વિનંતી કરી છે. નીરજ ગોયત આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના અગ્રણી બૉક્સિંગ ચહેરાઓમાંના એક રહ્યો છે, તેના બૉક્સિંગ સ્ટાઈલની પ્રશંસા કરવામાં આવી છે.
જપાનની રાજધાની ટોક્યોથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક ટુર્નામેન્ટ દરમ્યાન કોરાકુએન હૉલમાં અલગ-અલગ મુકાબલામાં બે ૨૮ વર્ષના જપાની બૉક્સરોએ મગજમાં ઇન્જરીને કારણે જીવ ગુમાવ્યો છે. બે દિવસની અંદર બન્નેના મૃત્યુના સમાચારથી બૉક્સિંગ સમુદાયમાં સુરક્ષાનાં ધોરણો પર પુનર્વિચાર કરવાની માગણી ઊઠી છે.
બે ઑગસ્ટે શિગેતોશી કોટારી ૧૨ રાઉન્ડનો ડ્રૉ મુકાબલો પૂર્ણ કર્યા બાદ તરત જ પડી ગયો હતો. સબડ્યુરલ હેમેટોમા (મગજ અને ખોપરી વચ્ચે લોહી એકઠું થવાની સ્થિતિ) માટે તેની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી, પરંતુ શુક્રવારે તેનું મૃત્યુ થયું હતું, જ્યારે શનિવારે હિરોમાસા ઉરાકાવાનું નૉકઆઉટ મૅચમાં હાર દરમ્યાન માથામાં ઇન્જરીને કારણે મૃત્યુ થયું. તેનો જીવ બચાવવા માટેના પ્રયાસ દરમ્યાન ક્રેનિયોટૉમી સર્જરી (ખોપરી ખોલીને) કરવામાં આવી હતી.
૧૯ વર્ષ બાદ પ્રોફેશનલ બૉક્સિંગ રિંગમાં એન્ટ્રી મારનાર ટાયસને શરૂઆતમાં આક્રમકતા દર્શાવી હતી, પરંતુ જેક પૉલ વધુ આક્રમક બન્યો હતો. ટાયસન પાસે તેના કઠોર મુક્કાઓનો કોઈ જવાબ નહોતો. આ લડાઈ મૂળરૂપે ૨૦ જુલાઈએ થવાની હતી, પરંતુ ટાયસન બીમાર પડવાને કારણે એ મુલતવી રાખવામાં આવી હતી. આ મૅચની પ્રાઇઝ-મની ૬૦ મિલ્યન ડૉલર એટલે કે ૫૦૬ કરોડ રૂપિયા હતી જેમાંથી વિજેતા જેક પૉલને ૩૩૮ કરોડ રૂપિયા (૪૦ મિલ્યન ડૉલર) અને મૅચ હારનાર માઇક ટાયસનને લગભગ ૧૬૮ કરોડ રૂપિયા (૨૦ મિલ્યન ડૉલર) મળ્યા છે.