26 August, 2024 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ આફ્રિદી
પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ દીકરી અંશા આફ્રિદી અને જમાઈ શાહીન શાહ આફ્રિદીનાં પહેલી વાર માતા-પિતા બનવા પર ખુશી વ્યક્ત કરી હતી. ૪૭ વર્ષના આ દિગ્ગ્જે પહેલી વાર દાદા બનતાં સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘ક્રિકેટની દુનિયાના સૌથી યંગેસ્ટ દાદા બનવા પર મને મિત્રો તરફથી પ્રેમ ભરેલા સંદેશા મળી રહ્યા છે. અમારી ખુશીમાં જોડાવા બદલ હું અને મારો પરિવાર તમારા બધાનો દિલથી આભાર માનીએ છીએ.’
આફ્રિદીએ વર્ષ ૨૦૦૦માં પોતાના મામાની દીકરી નાદિયા સાથે નિકાહ કર્યાં હતાં. ૨૪ વર્ષનાં લગ્નજીવનમાં તેઓ અક્સા, અંશા, અજવા, અસમારા અને અરવા નામની પાંચ દીકરીનાં માતા-પિતા બન્યાં હતાં. દીકરી અંશા આફ્રિદી અને જમાઈ શાહીન આફ્રિદીએ પહેલી વાર તેમને દાદા-દાદી બનાવ્યાં છે.