09 December, 2022 02:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બ્રાઝિલનો સુપરસ્ટાર નેમાર
સૌથી વધુ પાંચ વાર ફિફા વર્લ્ડ કપની ટ્રોફી જીતી ચૂકેલા બ્રાઝિલનો આજે એવી ટીમ સામે પહેલી ક્વૉર્ટર ફાઇનલમાં ટક્કર છે જે ૨૦૧૮ના ગયા વિશ્વકપમાં રનર-અપ હતી અને નેમાર જુનિયર સહિતના બ્રાઝિલિયનોને આંચકો આપી શકે એવી તાકાત ધરાવે છે. બ્રાઝિલ પાસે નેમાર ઉપરાંત રિચર્લિસન, વિનિસિયસ જુનિયર અને લુકાસ પાકેટા છે, તો લુકા મૉડ્રિચના સુકાનમાં રમનારા ક્રોએશિયા પાસે માર્સેલો બ્રોઝોવિચ, ઇવાન પેરિસિચ અને ડેયાન લૉવરેનનો પડકાર છે.
બ્રાઝિલ આજે જીતવા માટે ફેવરિટ છે, પરંતુ ક્રોએશિયા અપસેટ સર્જી શકે એમ છે. જપાન સામે ક્રોએશિયાની ટીમની પ્રી-ક્વૉર્ટર ફાઇનલની મૅચ ૧-૧થી ડ્રૉ રહી એ પછી પેનલ્ટી શૂટઆઉટમાં ક્રોએશિયાને એના ગોલકીપર ડોમિનિક લિવાકોવિચે રોમાંચક વિજય અપાવ્યો હતો. તેણે જૅપનીઝ ખેલાડીઓની ત્રણ સ્પૉટ-કિકમાં ગોલ થતો રોક્યો હતો.
4
બન્ને દેશ વચ્ચે કુલ આટલી મૅચ રમાઈ છે જેમાંથી ત્રણ બ્રાઝિલ જીત્યું છે અને એક મૅચ ડ્રૉમાં પરિણમી છે. ક્રોએશિયા એની સામે એકેય વાર નથી જીત્યું.
77
નેમારને પોતાના દેશના સૉકર-લેજન્ડ પેલેના આટલા ગોલના વિક્રમની બરાબરી માટે એક ગોલની જરૂર છે.
કોણ કેવી રીતે ક્વૉર્ટરમાં પહોંચ્યું?
બ્રાઝિલ
સર્બિયા સામે ૨-૦થી જીત
સ્વિટ્ઝરલૅન્ડ સામે ૧-૦થી જીત
કૅમરૂન સામે ૦-૧થી હાર
સાઉથ કોરિયા સામે ૪-૧થી જીત
ક્રોએશિયા
મૉરોક્કો સામે ૦-૦થી ડ્રૉ
કૅનેડા સામે ૪-૧થી જીત
બેલ્જિયમ સામે ૦-૦થી ડ્રૉ
જપાન સામે પેનલ્ટીમાં ૩-૧થી જીત