21 March, 2026 06:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુદ્ધના માહોલ વચ્ચે પણ મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપનું શેડ્યુલ નહીં બદલાય : FIFA
ઇન્ટરનૅશનલ ફુટબૉલ ફેડરેશન (FIFA)ના પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનોએ મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ 2026 વિશે મહત્ત્વપૂર્ણ અપડેટ આપી છે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે
અમેરિકા-ઈરાન વચ્ચે ફુટબૉલ વર્લ્ડ કપને લઈને પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ઉશ્કેરણીજનક કમેન્ટ બાદ ઈરાન FIFA પર પ્રેશર કરી રહ્યું છે કે એની મૅચો યજમાન અમેરિકાને બદલે સહયજમાન મેક્સિકોમાં રમાડે.
FIFAના પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનોએ અમેરિકા-ઈરાન તનાવ વચ્ચે 2026ના વર્લ્ડ કપના શેડ્યુલમાં ફેરફાર કરવાની શક્યતા નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ‘FIFA ભૂરાજકીય સંઘર્ષોનો ઉકેલ લાવી શકતું નથી, પરંતુ અમે ફુટબૉલ અને FIFA વર્લ્ડ કપની શક્તિનો ઉપયોગ સંબંધો બનાવવા અને શાંતિને પ્રોત્સાહન આપવા માટે કરવા માટે પ્રતિબદ્ધ છીએ.’
૧૨ જૂનથી અમેરિકા, મેક્સિકો અને કૅનેડામાં વર્લ્ડ કપ શરૂ થશે.