પ્રીમિયર લીગમાં મૅન્ચેસ્ટર સિટી ફરી મોખરે

17 February, 2023 12:36 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

બન્ને ક્લબની ટીમના ૫૧-૫૧ પૉઇન્ટ છે

બુધવારે લંડનમાં ૭૨મી મિનિટે ગોલ કર્યા પછી સેલિબ્રેશનના મૂડમાં મૅન્ચેસ્ટર સિટીનો જૅક ગ્રિલિશ (જમણે). તસવીર પી.ટી.આઇ.

ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)માં બુધવારે મૅન્ચેસ્ટર સિટીએ નંબર-વન ટીમ આર્સેનલને ૩-૧થી હરાવીને એનું મોખરાનું સ્થાન આંચકી લીધું હતું. મૅન્ચેસ્ટર સિટીએ નવેમ્બર પછી ફરી એક વાર અવ્વલ સ્થાન મેળવ્યું છે. બન્ને ક્લબની ટીમના ૫૧-૫૧ પૉઇન્ટ છે, પરંતુ પોતે નોંધાવેલા અને પોતાની સામે થયેલા ગોલને ગણતરીમાં લેતાં કુલ ગોલના ફરકને લીધે મૅન્ચેસ્ટર સિટી પ્રથમ નંબરે આવી ગઈ છે.

મૅન્ચેસ્ટર સિટી ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને બુધવારે એના વતી ડી બ્રુઇન, ગ્રિલિશ અને હાલૅન્ડે એક-એક ગોલ કર્યા હતા. આર્સેનલ વતી એકમાત્ર ગોલ સાકાએ પેનલ્ટી કિકમાં કર્યો હતો.

11
મૅન્ચેસ્ટર સિટીએ આર્સેનલની ટીમને લાગલગાટ આટલી મૅચમાં હરાવી છે.

sports news sports football english premier league manchester city arsenal