midday

પૅરિસ ઑલિમ્પિક્સમાં ઇજિપ્તની ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે બિલ ગેટ્સનો જમાઈ નાયેલ નસાર

29 July, 2024 10:55 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

નાયેલ નસારનો જન્મ શિકાગોમાં થયો હતો, પરંતુ તેના પેરન્ટ્સ ઇજિપ્તના છે.
નાયેલ નસાર

નાયેલ નસાર

બિલ ગેટ્સનો જમાઈ નાયેલ નસાર પૅરિસ ઑલિમ્પિક્સમાં ઇજિપ્તને રીપ્રેઝન્ટ કરી રહ્યો છે. નાયેલ નસારનો જન્મ શિકાગોમાં થયો હતો, પરંતુ તેના પેરન્ટ્સ ઇજિપ્તના છે. જોકે તે મોટો કુવૈતમાં થયો હતો. તેનાં માતા-પિતાનો કુવૈતમાં આર્કિટેક્ચર અને ડિઝાઇનનો બિઝનેસ હતો. ત્યાર બાદ તેના પેરન્ટ્સ ૨૦૦૯માં અમેરિકામાં સેટલ થયા હતા. બિલ ગેટ્સની સૌથી મોટી દીકરી જેનિફર સાથે તેણે આ વર્ષે લગ્ન કર્યાં હતાં. નાયેલ નસાર બીજી વાર ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યો છે. ટોક્યો ઑલિમ્પિક્સ ૨૦૨૦માં તે ઇક્વે​સ્ટ્રિયન જમ્પિંગ (ઘોડાઓની જમ્પિંગ) કૉમ્પિટિનશનમાં ૨૪મા ક્રમે હતો. એ સમયે પણ તેણે ઇજિપ્ત તરફથી ભાગ લીધો હતો. આ વર્ષે પણ તે ઇજિપ્ત તરફથી ઑલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યો છે. નાયેલ નસાર પાંચ વર્ષની ઉંમરથી ઘોડેસવારી કરતો હતો અને જમ્પિંગ કરવાનું તેણે દસ વર્ષની ઉંમરથી શરૂ કર્યું હતું. ટોક્યો ઑલિમ્પિક્સમાં નાયેલ નસારને કારણે ઇજિપ્ત એ કૉમ્પિટિશનમાં ભાગ લેવા માટે ક્વૉલિફાઈ થયું હતું. ઇજિપ્તની ઇક્વે​સ્ટ્રિયન ટીમને ૬૧ વર્ષમાં પહેલી વાર આ ચાન્સ મળ્યો હતો.

Whatsapp-channel
sports news sports paris olympics 2024 Olympics bill gates life masala chicago egypt