21 September, 2026 01:45 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
એલવેનિલ વલરીવન
એશિયન ગેમ્સ 2026માં ગઈ કાલે ભારતનો બીજો મેડલ પણ શૂટિંગમાંથી આવ્યો હતો. એલવેનિલ વલરીવન એશિયન ગેમ્સની ૧૦ મીટર ઍર રાઇફલ સ્પર્ધામાં સિંગલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી.
૧૦ મીટર ઍર રાઇફલ સ્પર્ધામાં વ્યક્તિગત ઇવેન્ટમાં ૨૫૨.૪નો સ્કોર કરીને એલવેનિલ વલરીવને સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. ૨૦૨૨માં અર્જુન અવૉર્ડથી સન્માનિત આ શૂટર પહેલી વખત એશિયન ગેમ્સમાં મેડલ જીતી રહી છે. અગાઉ તે વર્લ્ડ ચૅમ્પિયનશિપ, એશિયન ચૅમ્પિયનશિપ, વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ભારત માટે મેડલ જીતી ચૂકી છે.