વર્લ્ડ યોગ ચૅમ્પિયનશિપમાં અમેરિકાની મા-દીકરીની જોડી પણ મેડલ જીતી ગઈ

10 June, 2026 12:48 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમેરિકાના આઠ યોગવીરોએ અમદાવાદમાં આયોજિત વર્લ્ડ યોગ ચૅમ્પિયનશિપમાં લીધો હતો જેમાં મા-દીકરીની જોડી કેમી અને કિમિકા બ્લૅકે સૌનું ધ્યાન ખેચ્યું હતું.

લિંગાકારાસન (હૅન્ડ બૅલૅન્સ) કરતી મા-દીકરીની જોડી

અમેરિકાના આઠ યોગવીરોએ અમદાવાદમાં આયોજિત વર્લ્ડ યોગ ચૅમ્પિયનશિપમાં લીધો હતો જેમાં મા-દીકરીની જોડી કેમી અને કિમિકા બ્લૅકે સૌનું ધ્યાન ખેચ્યું હતું. ૩૫ વર્ષની કેમી બૅક બૅન્ડ વ્યક્તિગત કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતી હતી, જ્યારે કિમિકાએ જુનિયર આર્ટિસ્ટિક વ્યક્તિગત કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી.

કેમી બ્લૅક કહે છે કે ‘એક રોમાનિયન ખેલાડીએ મને લેટર લખીને અહીં ભાગ લેવા માટે કહ્યું હતું, કારણ કે તે મારા યોગાભ્યાસ માટેના ઇન્સ્ટાગ્રામ-પેજને ફૉલો કરતી હતી અને કેટલાક ભારતીય કોચે પણ મને પ્રોત્સાહન આપ્યું હતું. થોડાં અઠવાડિયાં પહેલાં સ્થાનિક કોચ સાથે પ્રૅક્ટિસ કરવા માટે અમે ભારત આવ્યાં હતાં અને સાથી સ્પર્ધકો તરફથી મળેલા સ્વાગતથી અમારો અનુભવ વધુ ખાસ બન્યો છે.’

૧૬ વર્ષની કિમિકા બ્લૅકે જિમ્નેસ્ટિક્સનો અભ્યાસ કર્યો છે અને તેને ડાન્સર પણ બનવું છે. 

yoga international yoga day ahmedabad sports news news