યુવરાજ સિંહે જાહેર કરી ઑલટાઇમ ઇલેવન

15 July, 2024 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમાંથી પોતે અને ધોની બાકાત

ફાઇલ તસવીર

વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સ 2024 બાદ એક ઇન્ટરવ્યુમાં યુવરાજ સિંહે તેની ઑલટાઇમ બેસ્ટ પ્લેઇંગ ઇલેવનનો ખુલાસો કર્યો હતો. આ ઇલેવનમાં યુવીએ ધોનીની જગ્યાએ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન ઍડમ ગિલક્રિસ્ટને સામેલ કર્યો હતો. આ સિવાય તેના સૌથી મોટા દુશ્મન ઍન્ડ્રયુ ફ્લિન્ટૉફને પણ યુવીની પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી મળી હતી. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઍન્ડ્ર્યુ ફ્લિન્ટૉફ અને યુવરાજ સિંહ વચ્ચે ૨૦૦૭ T20 વર્લ્ડ કપ દરમ્યાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ચર્ચામાં ફ્લિન્ટૉફે યુવીને ગળું કાપી નાખવાની ધમકી પણ આપી હતી. આ લડાઈ બાદ યુવીએ સ્ટુઅર્ટ બ્રૉડની એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી હતી. યુવીએ પોતાની ઇલેવનમાં પોતાનો સમાવેશ કર્યો નથી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમારી ટીમમાં ૧૨મો ખેલાડી કોણ હશે? આ વિશે તેણે પોતાનું નામ લીધું હતું.

યુવીની આૅલટાઇમ બેસ્ટ ઇલેવન

સચિન તેન્ડુલકર (ભારત), રિકી પૉન્ટિંગ (ઑસ્ટ્રેલિયા), રોહિત શર્મા (ભારત), વિરાટ કોહલી (ભારત), એબી ડિવિલિયર્સ (સાઉથ આફ્રિકા), ઍડમ ગિલક્રિસ્ટ (ઑસ્ટ્રેલિયા), શેન વૉર્ન (ઑસ્ટ્રેલિયા), મુથૈયા મુરલીધરન (શ્રીલંકા), ગ્લેન મૅક્ગ્રા (આૅસ્ટ્રેલિયા), વસીમ અકરમ (પાકિસ્તાન), ઍન્ડ્રૹુ ફ્લિન્ટૉફ (ઇંગ્લૅન્ડ).

yuvraj singh ms dhoni mahendra singh dhoni sachin tendulkar ricky ponting rohit sharma virat kohli shane warne glenn mcgrath wasim akram cricket news sports sports news