વૉર્નર માટે ઇમોશનલ મેસેજ લખ્યો યુવીએ

27 June, 2024 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૬-’૧૭ દરમ્યાન યુવરાજ સિંહ અને ડેવિડ વૉર્નર IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સાથે રમ્યા હતા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ઑસ્ટ્રેલિયાના મહાન ખેલાડી ડેવિડ વૉર્નરના રિટાયરમેન્ટ પર એક ઇમોશનલ મેસેજ લખ્યો હતો. યુવરાજ સિંહે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના યાદગાર ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘કોઈને શાંત-વિદાય પસંદ નથી, પરંતુ આ જીવનની રમત છે. મિત્ર ડેવિડ વૉર્નર, એક અદ્ભુત કરીઅર. મેદાન પર સિક્સર મારવાથી લઈને બૉલીવુડ-ડાયલૉગ્સ આપવા સુધી, તમે બધું જ સારી રીતે કર્યું છે. એક ખતરનાક બૅટ્સમૅન, ટીમનો એક મજેદાર સાથી અને મેદાનની અંદર અને બહાર સાચો એન્ટરટેઇનર. તમારી સાથે ડ્રેસિંગ રૂમ શૅર કરીને આનંદ થયો. લેજન્ડને શુભકામનાઓ અને તમારા સુંદર પરિવાર સાથે તમારા સમયનો આનંદ માણો.’

૨૦૧૬-’૧૭ દરમ્યાન યુવરાજ સિંહ અને ડેવિડ વૉર્નર IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સાથે રમ્યા હતા. 

david warner australia yuvraj singh india cricket news sports sports news