ટ્રેવિસ હેડ નવેમ્બરમાં બીજી વાર બનશે પપ્પા, પાકિસ્તાન સામે ઘરઆંગણાની લિમિટેડ ઓવર્સની સિરીઝ નહીં રમે

21 October, 2024 12:57 PM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાનો સ્ટાર બૅટ્સમૅન ટ્રેવિસ હેડ બાવીસમી નવેમ્બરથી ભારત સામે શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ પહેલાં પરિવાર સાથે સમય પસાર કરશે. મળતા અહેવાલ અનુસાર નવેમ્બરમાં તે બીજી વાર પપ્પા બનવાનો છે

ઑસ્ટ્રેલિયાનો સ્ટાર બૅટ્સમૅન ટ્રેવિસ હેડ

ઑસ્ટ્રેલિયાનો સ્ટાર બૅટ્સમૅન ટ્રેવિસ હેડ બાવીસમી નવેમ્બરથી ભારત સામે શરૂ થઈ રહેલી પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝ પહેલાં પરિવાર સાથે સમય પસાર કરશે. મળતા અહેવાલ અનુસાર નવેમ્બરમાં તે બીજી વાર પપ્પા બનવાનો છે જેને કારણે તે ૪થી ૧૮ નવેમ્બર વચ્ચે આયોજિત પાકિસ્તાન સામેની ઘરઆંગણાની ત્રણ-ત્રણ મૅચની વન-ડે અને T20 સિરીઝમાં નહીં રમે.

૩૦ વર્ષના આ ઓપનિંગ બૅટરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘વર્ષના ૩૬૫ દિવસમાંથી હું ક્રિકેટને કારણે ૩૩૦ દિવસ ઘરની બહાર રહું છું. પરિવારના વિસ્તરણ સાથે ભવિષ્યમાં મારી પ્રાથમિકતાઓ પણ અલગ હશે. હું ભવિષ્યમાં કોઈ પણ ટીમ સાથે કરાર કરતાં પહેલાં મારા પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય લઈશ.’
 
તેની પત્ની જેસિકા ડેવિડે સપ્ટેમ્બર ૨૦૨૨માં પ્રથમ સંતાન દીકરીને જન્મ આપ્યો હતો. 

australia india pakistan border-gavaskar trophy t20 test cricket cricket news sports news sports