31 December, 2024 11:01 AM IST | Melbourne | Gujarati Mid-day Correspondent
વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીની ટ્રોફી હાલમાં ઑસ્ટ્રેલિયા પહોંચી
૨૦૨૫માં આયોજિત વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીની ટ્રોફી હાલમાં ઑસ્ટ્રેલિયા પહોંચી છે. ૧૬ નવેમ્બરથી શરૂ થયેલી ચૅમ્પિયન્સ ટ્રોફીની ટૂર હાલમાં પાકિસ્તાન સહિત ચાર દેશની સફર કરીને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહોંચી છે જ્યાં ભારત અને ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર્સ અને વર્તમાન કૉમેન્ટેટર્સ સહિત ક્રિકેટ ફૅન્સને પણ ટ્રોફી સાથે ફોટો પડાવવાની તક મળી છે.