✕

રણજી ટ્રોફીમાં આવતી કાલથી વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈની મૅચ ચંડીગઢ સામે

09 October, 2026 07:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધેશ લાડ અને આયુષ મ્હાત્રેની નજર રેકોર્ડ-બ્રેકિંગ ૪૩મા ખિતાબ પર

ડાબેથી આયુષ મ્હાત્રે અને સિદ્ધેશ લાડ.

મુંબઈના કૅપ્ટન સિદ્ધેશ લાડ અને વાઇસ-કૅપ્ટન આયુષ મ્હાત્રેની નજર રણજી ટ્રોફીના રેકૉર્ડ-બ્રેકિંગ ૪૩મા ખિતાબ પર છે. મુંબઈની યુવા અને ઉત્સાહી ટીમ આ રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે ચંડીગઢ સામે એના અભિયાનની શરૂઆત કરશે.
વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજિત પ્રી-સીઝન પ્રેસ કૉન્ફરન્સમાં બન્નેએ આગામી રેડ-બોલ સીઝન માટે ટીમની તૈયારીઓ, વ્યૂહાત્મક અભિગમ અને લક્ષ્યો વિશે ચર્ચા કરી હતી.
૧૯ વર્ષના આયુષ મ્હાત્રેએ કહ્યું, ‘મુંબઈના વાઇસ-કૅપ્ટન બનવું એ મારા માટે ખૂબ મોટી જવાબદારી અને ગૌરવની ક્ષણ છે. ખાસ કરીને ટીમની પ્રતિષ્ઠા અને મુંબઈ ક્રિકેટ માટે રણજી ટ્રોફીના મહત્વને ધ્યાનમાં લેતાં. મને ટીમ તરફથી અપાર સમર્થન મળ્યું છે અને મારી યુવા વયને કારણે મારી સાથે ક્યારેય અલગ વ્યવહાર કરવામાં આવ્યો હોય એવું મને લાગ્યું નથી.’

સૂર્યકુમાર યાદવ પ્રેસિડન્ટ્સ કપમાં ભાગ લઈ શકે છે 

રિપોર્ટ્‌સ અનુસાર મુંબઈની શરૂઆતની મૅચની રણજી ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયા બાદ સૂર્યકુમાર યાદવે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સૂર્યકુમાર યાદવે આ રવિવારે પ્રેસિડન્ટ્સ કપ (શહેરની ક્લબ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાનો નિર્ણય કર્યો છે. તે નિયમિત ક્રિકેટ રમવા માટે ઉત્સુક છે અને પ્રેસિડન્ટ્સ કપ તેને મેદાન પર વધુ સમય વિતાવવાની ઉત્તમ તક પૂરી પાડશે. 

ranji trophy champions ranji trophy mumbai ranji team cricket news sports news sports