બે વર્ષ પછી શ્રીલંકામાં T20 પ્રીમિયર લીગની વાપસી

19 May, 2026 02:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૦માં શરૂ થયેલી લંકા પ્રીમિયર લીગની ૨૦૨૫ની સીઝન રદ થઈ હતી.

શ્રીલંકામાં T20 પ્રીમિયર લીગ

૨૦૨૪ની આવૃત્તિ પછી શ્રીલંકાની T20 ફ્રૅન્ચાઇઝી સ્પર્ધા પહેલી વાર પાછી ફરી રહી છે. ૨૦૨૦માં શરૂ થયેલી લંકા પ્રીમિયર લીગની ૨૦૨૫ની સીઝન રદ થઈ હતી. મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે વેન્યુને અપગ્રેડ કરવા માટે ૨૦૨૫ની સીઝન મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી સીઝન ૧૭ જુલાઈથી ૮ ઑગસ્ટ દરમ્યાન પાંચ ટીમ વચ્ચે રમાશે. ચાર સ્ટેડિયમમાં રમાનારી આ ટુર્નામેન્ટ માટે પ્લેયર ડ્રાફ્ટ એક જૂને યોજાશે. ઑક્શનને બદલે ડ્રાફ્ટપદ્ધતિ લાગુ કરી હોવાથી પાછલી સીઝનના કોઈ પણ ખેલાડીને જાળવી રાખવામાં આવશે નહીં. આનાથી ટીમની રચનામાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે.

sri lanka t20 international t20 cricket news sports news sports