14 October, 2026 10:27 AM IST | Raipur | Gujarati Mid-day Correspondent
સાથી ખેલાડીઓ સાથે ટ્રેઇનિંગ દરમ્યાન ચર્ચા કરતી સ્મૃતિ માન્ધના
રાયપુરમાં ૧૬ ઑક્ટોબરથી શરૂ થનારી ઝિમ્બાબ્વે સામેની વાઇટ-બૉલ સિરીઝ પહેલાં ભારતીય બૅટર સ્મૃતિ માન્ધનાએ ટીમની તમામ ફૉર્મેટની કૅપ્ટન તરીકે પોતાના પહેલા ટ્રેઇનિંગ સેશનમાં ભાગ લીધો હતો.
હરમનપ્રીત કૌરે કૅપ્ટનપદ પરથી રાજીનામું આપ્યા પછી ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે સામેની ત્રણ T20 અને વન-ડે સિરીઝ દરમ્યાન ‘સ્મૃતિ યુગ’ની શરૂઆત કરશે. ભારતીય ક્રિકેટ ટીમના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલે સ્મૃતિનો નેટ્સમાં બૅટિંગ સેશનનો અને કૅપ્ટન તરીકેના સમગ્ર તાલીમ સેશનની ઝલક દર્શાવતો વિડિયો પોસ્ટ કર્યો છે.