મારી નજરે જોયેલા બધા લાઇવ કૅચમાંથી આ એક શ્રેષ્ઠ કૅચ હતો

18 April, 2026 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરે મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાને પોતાની અફલાતૂન ફીલ્ડિંગથી કૅચઆઉટ કરાવ્યો હતો.

લૉન્ગ-ઑન પર ડાઇવ મારીને બૉલને બાઉન્ડરી પાર જતો અટકાવ્યો હતો શ્રેયસ ઐયરે, તેણે બૉલને મેદાન પર ફેંકીને ઝેવિયર બાર્ટલેટના હાથે હાર્દિક પંડ્યાને કૅચઆઉટ કરાવ્યો હતો

વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરે મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાને પોતાની અફલાતૂન ફીલ્ડિંગથી કૅચઆઉટ કરાવ્યો હતો.  તેણે માર્કો યાન્સેનની ઓવરમાં લૉન્ગ-ઑન પર ડાઇવ મારીને બૉલને બાઉન્ડરી પાર જતો અટકાવ્યો અને સાથી ફીલ્ડર ઝેવિયર બાર્ટલેટ તરફ બૉલ ફેંક્યો હતો.

મુંબઈ ઇન્ડિયન્સના મેન્ટર સચિન તેન્ડુલકરે આ કૅચનો વિડિયો શૅર કરીને શ્રેયસ ઐયર માટે લગભગ બે ફકરાની પ્રશંસા લખી હતી. તેણે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું, ‘શ્રેયસ ઐયરનો કૅચ ખાસ હતો કારણ કે એમાં ફક્ત તેની ઍથ્લેટિક કુશળતા જ નહીં પણ તેની પાછળની સમજની હાજરી પણ સામેલ હતી. તેણે બૉલની ગતિ, એનો માર્ગ, બાઉન્ડરી રોપનું સ્થાન, તેની નિકટતા અને તેના કૂદકાને સમયસર કેવી રીતે નક્કી કરવાની જરૂર છે તે બધું જ માપવાનું હતું અને એ પણ બધું એક જ સમયે. પછી હવામાં હોવા છતાં તેણે બૉલને પકડ્યો અને જમીનને સ્પર્શ કરતાં પહેલાં એને તેના સાથી તરફ પાછો ફેંક્યો અને આ સમગ્ર ક્રમ દરમ્યાન તે બરાબર જાણતો હતો કે તે ફીલ્ડર ક્યાં હાજર છે. આંખના પલકારામાં આ બધું કરવા માટે મગજ, સમય, ફિટનેસ અને સંયમની જરૂર પડે છે. મેં મારી પોતાની આંખોથી જોયેલા બધા લાઇવ કૅચમાંથી આ એક શ્રેષ્ઠ કૅચ હતો.’

hardik pandya shreyas iyer punjab kings mumbai indians IPL 2026 cricket news sports news