✕

શિખર ધવને T20 ટુર્નામેન્ટને કાનૂની કાર્યવાહીની ધમકી આપી

17 October, 2026 07:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિખર ધવને વર્લ્ડ T20 કૉન્ટિનેન્ટ કપના આયોજકો સામે પરવાનગી વગર પોતાનું નામ વાપરવા બદલ કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. હૉન્ગકૉન્ગમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં તેને પાકિસ્તાની ક્રિકેટરો સાથે એશિયા વૉરિયર્સમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવન સાથે હાલમાં વિચિત્ર ઘટના બની છે. શિખર ધવને વર્લ્ડ T20 કૉન્ટિનેન્ટ કપના આયોજકો સામે પરવાનગી વગર પોતાનું નામ વાપરવા બદલ કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. હૉન્ગકૉન્ગમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં તેને પાકિસ્તાની ક્રિકેટરો સાથે એશિયા વૉરિયર્સમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.

શિખર ધવને એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં પોતાના નિવેદનમાં લખ્યું, ‘આયોજકોએ મારી જાણ કે સંમતિ વિના મારા નામનો ઉપયોગ કર્યો છે. આ પરિસ્થિતિને ઉકેલવા માટે મારી ટીમ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરશે.’

shikhar dhawan t20 hong kong sports news sports indian cricket team cricket news social media