અફઘાનિસ્તાન સામે હાર્યા બાદ આજથી આયરલૅન્ડ સામે રમશે સાઉથ આફ્રિકા

27 September, 2024 02:36 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારત સામે હારેલી સાઉથ આફ્રિકાની ટીમ આજથી આયરલૅન્ડ સામે બે મૅચની T20 સિરીઝ રમશે. અબુ ધાબીમાં જ આ બન્ને ટીમ વચ્ચે બીજી ઑક્ટોબરથી ત્રણ મૅચની વન-ડે સિરીઝ પણ શરૂ થશે

સાઉથ આફ્રિકાના T20 કૅપ્ટન એઇડન માર્કરમ

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારત સામે હારેલી સાઉથ આફ્રિકાની ટીમ આજથી આયરલૅન્ડ સામે બે મૅચની T20 સિરીઝ રમશે. અબુ ધાબીમાં જ આ બન્ને ટીમ વચ્ચે બીજી ઑક્ટોબરથી ત્રણ મૅચની વન-ડે સિરીઝ પણ શરૂ થશે. T20 ફૉર્મેટમાં સાઉથ આફ્રિકા આયરલૅન્ડ સામે પાંચ મૅચ રમ્યું છે, પાંચેયમાં સાઉથ આફ્રિકન ટીમની જીત થઈ છે. જોકે ઑગસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ૩-૦થી T20 સિરીઝ અને હાલમાં UAEમાં જ અફઘાનિસ્તાન સામે ૨-૧થી વન-ડે સિરીઝ હારનાર આફ્રિકન ટીમને હરાવીને મોટો અપસેટ સર્જવા માટે આયરલૅન્ડની ટીમ આતુર હશે. 

SA vs IRE T20I: ૨૯ વર્ષના સાઉથ આફ્રિકાના T20 કૅપ્ટન એઇડન માર્કરમે હાલમાં કહ્યું હતું કે ‘હું ટીમના યુવા ખેલાડીઓને સપોર્ટ કરીને તેમને ટ્રેઇનિંગ આપવા માટે આતુર છું. હું ભાગ્યશાળી છું કે મારી પાસે કેટલાક યુવા ખેલાડીઓ કરતાં થોડો iવધારે અનુભવ છે અને હું તેમને મદદ કરતી વખતે મારો પ્રામાણિક પ્રતિસાદ આપવાનો પ્રયત્ન કરીશ.’

south africa ireland t20 world cup afghanistan abu dhabi cricket news sports sports news