16 March, 2025 07:16 AM IST | Maldives | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા ફૅમિલી સાથે મૉલદીવ્ઝ પહોંચ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન પહેલાં મોટા ભાગના પ્લેયર્સ ફ્રૅન્ચાઇઝીના કૅમ્પમાં તૈયારી માટે જોડાઈ ગયા છે, પણ ચૅમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ ફૅમિલીને સમય આપવાનું નક્કી કર્યું છે. દુબઈથી મુંબઈ આવીને પોતાના ઘરે થોડો સમય પસાર કર્યા બાદ રોહિત શર્મા પોતાની ફૅમિલી સાથે મૉલદીવ્ઝ પહોંચ્યો છે જ્યાં તે પત્ની રિતિકા સજદેહ, દીકરી સમાયરા અને દીકરા અહાન સાથે વેકેશન એન્જૉય કરી રહ્યો છે.
ક્રિકેટના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય મળતાં જ રોહિત શર્મા ફૅમિલી પ્રત્યેની પોતાની ડ્યુટી ચૂકતો નથી. મુંબઈ ઇન્ડિયન્સ ૨૩ માર્ચથી ચેપૉક સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.