IPLમાં સૌથી વધુ સુપર ઓવર રમવાનો અને મૅચ જીતવાનો રેકૉર્ડ હવે દિલ્હીના નામે થયો

19 April, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન રૉયલ્સને અરુણ જેટલી સ્ટેડિયમમાં સુપર ઓવરમાં માત આપીને દિલ્હી કૅપિટલ્સે બુધવારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સીઝનની પહેલી જીત નોંધાવી હતી. IPLની આ પંદરમી અને ૨૦૨૧ની સીઝન બાદ પહેલવહેલી સુપર ઓવર હતી.

રાજસ્થાનના વિકેટકીપર ધ્રુવ જુરેલ

રાજસ્થાન રૉયલ્સને અરુણ જેટલી સ્ટેડિયમમાં સુપર ઓવરમાં માત આપીને દિલ્હી કૅપિટલ્સે બુધવારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સીઝનની પહેલી જીત નોંધાવી હતી. IPLની આ પંદરમી અને ૨૦૨૧ની સીઝન બાદ પહેલવહેલી સુપર ઓવર હતી. આ રોમાંચક સુપર ઓવર સાથે દિલ્હીએ IPL ઇતિહાસમાં સૌથી વધુ સુપર ઓવર રમવાનો અને જીતવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. 
દિલ્હીએ હમણાં સુધી સૌથી વધુ પાંચ સુપર ઓવર રમી છે અને સૌથી વધુ ચાર જીતવાનો રેકૉર્ડ કર્યો છે. ૨૦૧૩માં પહેલી સુપર ઓવરમાં એને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ ૨૦૧૯માં કોલકાતા નાઇટ રાઇડર્સ, ૨૦૨૦માં પંજાબ કિંગ્સ, ૨૦૨૧માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને હવે ૨૦૨૫માં રાજસ્થાન રૉયલ્સ સામે સુપર ઓવરમાં દિલ્હીએ સળંગ જીત નોંધાવી છે. સૌથી ઓછી એક-એક સુપર ઓવર ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સની ટીમે રમી હતી, પરંતુ તેઓ ક્યારેય સુપર ઓવર જીતી શક્યાં નથી. ટ્રિસ્ટન સ્ટબ્સ અને કે. એલ. રાહુલે દિલ્હી માટે સુપર ઓવરમાં ૧૨ રનનો ટાર્ગેટ કર્યો હતો ચેઝ. સુપર ઓવરમાં કે. એલ. રાહુલને કંઈક આ અંદાજમાં રનઆઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો રાજસ્થાનના વિકેટકીપર ધ્રુવ જુરેલે.

IPLમાં સુપર ઓવર
રમનાર ટીમનો રેકૉર્ડ

દિલ્હી

પાંચમાંથી ચાર જીત

પંજાબ

ચારમાંથી ત્રણ જીત

બૅન્ગલોર

ત્રણમાંથી બે જીત

મુંબઈ

ચારમાંથી બે જીત

રાજસ્થાન

ચારમાંથી બે જીત

કલકત્તા

ચારમાંથી એક જીત

હૈદરાબાદ

ચારમાંથી એક જીત

 

delhi capitals rajasthan royals IPL 2025 kl rahul cricket news sports news