આજે જે જીતશે એ ડાયરેક્ટ ફાઇનલમાં

26 May, 2026 11:03 AM IST  |  Dharamshala | Gujarati Mid-day Correspondent

ધરમશાલામાં ગુજરાત પહેલી વખત રમશે, બૅન્ગલોરને અહીં ત્રણ મૅચમાં બે જીત અને એક હાર મળી છે : IPLમાં બન્ને ટીમનો રેકૉર્ડ ૪-૪થી બરાબરીનો...

પ્રૅક્ટિસ દરમ્યાન ફુટબૉલ રમીને વિરાટ કોહલીએ વૉર્મ-અપ કર્યું હતું, વૉર્મ-અપ દરમ્યાન વન મૅચની રણનીતિ વિશે વિચારતો ગુજરાતનો કૅપ્ટન શુભમન ગિલ

આજે IPL 2026ની ક્વૉલિફાયર 1 મૅચમાં ટકરાશે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ગુજરાત ટાઇટન્સ

IPL 2026ની ૭૦ લીગ-સ્ટેજ મૅચોની ધમાલ બાદ આજથી પ્લેઑફ મૅચોની રસાકસી શરૂ થશે. આજે હિમાચલ પ્રદેશના ધરમશાલાના મેદાન પર ક્વૉલિફાયર 1માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ગુજરાત ટાઇટન્સ ટકરાશે. આજે જીતનાર ટીમ ૩૧ મેની અમદાવાદની ફાઇનલ મૅચમાં એન્ટ્રી કરશે. હારનાર ટીમ મુલ્લાંપુરની ૨૯ મેની ક્વૉલિફાયર 2 મૅચમાં રમશે.
બન્ને ટીમની જર્ની આ સીઝનમાં એક જેવી રહી છે. બન્ને ટીમ ૧૪ લીગ-સ્ટેજ મૅચમાંથી ૯ મૅચ જીતી છે અને પાંચ મૅચ હારી છે. નેટ રનરેટના તફાવતને કારણે જ પૉઇન્ટ-ટેબલમાં બૅન્ગલોરે પહેલા ક્રમે અને ગુજરાતે બીજા ક્રમે પોતાના લીગ-સ્ટેજ મૅચ અભિયાનનો અંત કર્યો હતો.

ધરમશાલાના મેદાન પાસે આવેલા હિમાલયના પહાડોનો નજારો માણતો અફઘાની સ્પિનર રાશિદ ખાન, ગુજરાતના જૉસ બટલર અને સાઈ કિશોર.

ક્વૉલિફાયર 1માં બન્ને ટીમો વચ્ચે બરાબરની રસાકસી જોવા મળશે. આ સીઝનની બે ટક્કરમાંથી પહેલી મૅચમાં બૅન્ગલોર પાંચ વિકેટે અને બીજી મૅચમાં ગુજરાત ચાર વિકેટે જીત્યું હતું. બન્ને ટીમો વચ્ચેનો ૮ મૅચનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ ૪-૪ જીત સાથે બરાબરીનો જ રહ્યો છે.

ઑરેન્જ કૅપની રેસમાં ગુજરાતનો સાઈ સુદર્શન (૬૩૮ રન) અને શુભમન ગિલ (૬૧૬ રન) ટૉપ-ટૂમાં છે. બૅન્ગલોર તરફથી વિરાટ કોહલી આ લિસ્ટમાં નવમા ક્રમે છે. તેણે ૧૪ મૅચમાં ૫૫૭ રન ફટકાર્યા છે.

આ સીઝનમાં પૉઇન્ટ-ટેબલમાં પહેલા ક્રમે રહેલી બૅન્ગલોરની ટીમ ચૅમ્પિયન બનવા માટે ગઈ કાલે મેદાન પર તનતોડ મહેનત કરતી જોવા મળી હતી, નેટ-સેશન દરમ્યાન બૅન્ગલોરના 
કૅપ્ટન રજત પાટીદારે શાનદાર સિક્સ ફટકારી હતી.

પર્પલ કૅપની રેસમાં ૨૪-૨૪ વિકેટ સાથે બૅન્ગલોરનો ભુવનેશ્વર કુમાર અને ગુજરાતનો કૅગિસો રબાડા ટૉચના પ્લેયર્સ છે. ગુજરાતનો સ્પિનર રાશિદ ખાન (૧૯ વિકેટ) અને મોહમ્મદ સિરાજ (૧૭ વિકેટ) ટૉપ-ટેન બોલર્સના લિસ્ટમાં અનુક્રમે પાંચમા અને આઠમા ક્રમે છે.

ધરમશાલામાં કેવો રહ્યો છે બન્ને ટીમનો રેકૉર્ડ?
ગુજરાતની ટીમ પહેલી જ વખત ધરમશાલાના મેદાન પર રમવા ઊતરશે. બૅન્ગલોર અહીં ત્રણ મૅચમાંથી બે જીત્યું છે અને એક હાર્યું છે. બૅન્ગલોર આ મેદાન પર હોમ-ટીમ પંજાબ સામે ૨૦૨૪ અને ૨૦૨૬ની છેલ્લી બન્ને મૅચ જીત્યું છે. ટીમને એકમાત્ર હાર મે ૨૦૧૧માં પંજાબ સામે જ મળી હતી.

ફાઇનલ મૅચની તૈયારી માટે વૉર્મ-અપ કરતા ગુજરાતનો જૉસ બટલર , જેસન હોલ્ડર

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ

મૅચ

બૅન્ગલોરની જીત

ગુજરાતની જીત

 

gujarat titans royal challengers bangalore virat kohli shubman gill IPL 2026 cricket news sports news