16 May, 2026 05:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
મુંબઈ ઇન્ડિયન્સ તરફથી ગુરુવારે જસપ્રીત બુમરાહે IPLમાં કૅપ્ટન તરીકે ડેબ્યુ કર્યું હતું. અગાઉ ભારત માટે ટેસ્ટ-મૅચ અને T20 કૅપ્ટન્સીની ડેબ્યુ મૅચમાં પણ તેણે જીત મેળવી હતી. ત્રણ ટેસ્ટ-મૅચમાંથી જસપ્રીત બુમરાહ બે મૅચ હાર્યો હતો અને એક જીત્યો હતો. તેણે બે T20 મૅચમાં કૅપ્ટન્સી કરીને બન્ને મૅચ ભારતને જિતાડી આપી હતી.
પંજાબ કિંગ્સ સામેની શાનદાર જીત બાદ કૅપ્ટન્સીના અનુભવ વિશે વાત કરતાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કહે છે, ‘મેં ભારત માટે ટેસ્ટ-મૅચ અને T20માં પણ કૅપ્ટન્સી કરી છે. હવે એક માત્ર વન-ડે ક્રિકેટમાં કૅપ્ટન્સી કરવાની બાકી રહી છે, પણ વન-ડે ટીમની કૅપ્ટન્સી મળશે એવું લાગતું નથી. મુંબઈ માટે કૅપ્ટન્સી કરીને ખૂબ મજા પડી. સારા વાતાવરણ અને સારા મેદાનને કારણે મને ખુબ આનંદ મળ્યો.’